પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરાશે

  ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત: આવનાર દિવસમાં પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરાશે


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન


મને નાની ઉમરે ગૃહ મંત્રી બનવાનોઃ હર્ષ સંઘવી


પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરાશે

સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિધાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ કરવાંઆ આવશે. આવનાર દિવસમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાના કારણો છેલ્લા 2 વર્ષથી અટકી પડેલી ભરતીઓં હવે એક બાદ એક આવી રહી છે. આ પહેલા પંચાયત વિભાગમાં પણા 5000ની ભરતી આવશે તેવી સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.આમ પોલીસની 28,500 અને પંચાયત વિભાગની 15000 થઈ 40 થી 42 હજારની મોટી ભરતીની જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે.